પ્રકરણ - ૧૭ સોના કામ પતાવીને થોડીવાર શાંતિથી બેસીને કંઈ વિચારી રહી છે ત્યાં જ આધ્યા આવી. આધ્યા થોડીવાર ઉભી રહી પણ સોનાનું ધ્યાન જ ન હોવાથી છેલ્લે આધ્યાએ એને ટપલી મારતાં જ એ જાણે ભાનમાં આવી હોય એમ ઝબકીને બોલી, " અરે આધ્યા તું? ક્યારે આવી?" આધ્યા : " હું તો ક્યારની આવી છું પણ તું ક્યાં ખોવાઈ ગઈ છે. કંઈ ચિંતા છે કે શું?" "અરે ના એવું કંઈ ખાસ નહીં. પણ તને કેવું છે?" આધ્યા એની બાજુમાં બેસતાં બોલી, " કંઈ સમજાતું નથી મને તો દવાની અસર રહે ત્યાં સુધી સારું રહે છે ને અસર ઉતરતાં જ પાછું