આરોહ અવરોહ - 14

(111)
  • 6.1k
  • 6
  • 4.2k

પ્રકરણ - ૧૪ આધ્યાને સોનાએ ફરીવાર તાવ માટે દવા આપી‌. દવા લીધા પછી સારું લાગી રહ્યું છે. શકીરાની ગેરહાજરીમાં બધાં ઘણા સમયે આજે બધાં શાંતિથી આરામ ફરમાવી રહ્યાં છે. સોના : " યાર બસ ઘણાં સમયે આવી શાંતિ મળી છે આજે. આ શકીરાને કે આવાં એક નહીં જેટલાને મળવું હોય તું ત્યારે જજે. અમે સંભાળી લઈશું ‌" નેન્સી હસીને બોલી, " મને તો એમ થાય છે કે આપણે ભાગવું જ છે તો અત્યારે સારો મોકો છે. ચાલોને ભાગી જઈએ...આવીને જોશે તો મોટી સરપ્રાઈઝ મળશે. આપણાં બધાં વિના તો પાગલ થઈ જશે‌. આખો દિવસ ધમકાવશે કોને એ? શું કહેવું છે તમારાં