આરોહ અવરોહ - 12

(104)
  • 5.9k
  • 2
  • 4.3k

પ્રકરણ -૧૨ આધ્યાને સાંત્વના આપવાને બદલે શકીરાનાં મોઢે જાણે એઈડ્સ કે એચઆઈવી શબ્દ એ એટલી સરળતાથી બોલાઈ ગયો કે એ કોઈ સરળ રમતવાત હોય. એનાં પર જાણે કોઈ અસર પણ ન થઈ. પણ આધ્યાને તો રીતસરનું કંઈ થવા લાગ્યું. સાચે જ આવું હોય તો? એનું શું થાય? કોઈ આગળ પાછળ તો છે નહીં અત્યારે તો શકીરા એક એની માઈ છે. જો એને આવું કંઈ પણ હોય તો એની કમાણી બંધ થાય તો શકીરા એને એક જ ઝાટકે તગેડી દે એમાં કોઈ બેમત નથી કારણ કે એ સ્ત્રી જ કદાચ એવી છે. થોડીવાર તો આધ્યા કંઈ બોલી નહીં. એનાં પગ રીતસરનાં