પ્રકરણ-૮ ન્યુસી આધ્યાની વાત સાંભળીને થોડી ચિંતામાં બોલી, " દીદી બધાંને હિંમત આપનાર તમે કેમ આવું બોલો છો આજે? કંઈ થયું છે કે શું? અને આ તો હવે આપણી મજબૂરી છે. આપણાં નસીબમાં ક્યાં સામાન્ય જિંદગી લખાઈ છે તો પછી જે છે એમાં જ ખુશી મનાવીને રહેવાનું, બીજું શું? અમે તો નાનાં છીએ તમે તો કદાચ વધારે અનુભવી કે પછી વધારે બધું સહન કરી ચૂકેલા છો." આધ્યા બાજી સંભાળતાં બોલી, " ના ના, એવું કંઈ નથી. બસ એમ જ." ન્યુસી બોલી, " તો ઠીક છે. કંઈ આડુંઅવળું વિચારતા નહીં. ભલે નાની છું પણ કુદરતની મહેરબાનીથી હિંમત બહું આપી છે. કંઈ