મોનોપોઝની વ્યથા...

  • 2.8k
  • 2
  • 884

બંધ મકાનમાં જેમ સંવેદનાઓ ધબકે, નાં કોઈને સંભળાય. રાહ તાકતો ઘરનાની કે આંગતુકની પણ થાય નિરાશા. નેવલેથી પાણી ટપકી વહી જાય, આંસુઓની ધારા પણ નાં રેલાય કોઈનાં પગ સુધી. ભીંતો પણ માથા પછાડીને દે સાદ સાંભળો મારી વાત પણ અંદેખ્યું કરીને પછી વાત કરીને નાં દે સાથ... એવું જ કંઈક સ્ત્રી મોનોપોઝ પીરીયડ દરમ્યાન અનુભવતી હોય છે. સમજનારા દ્વાર ખોલીને પીડા સમજે છે. બંધ દ્વારે સ્ત્રી સદા બંધ મકાનમાં કેદની જેમ તરફડે છે. તુમકો વો પસંદ વહી બાત કરેંગે...... અનુપ આજે એવું જ કંઈક અનુ ને કહી રહ્યો હતો. હા, મને ખબર છે તને મોનોપોઝ નો પીરીયડ ચાલી રહ્યો છે,