પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨ચિલ્વા ભગતના ઘર પાસેનું વાતાવરણ ડરામણું ભાસતું હતું. કાચાપોચા દિલના માણસને ગભરાવી દે એવું હતું. ઘરની આસપાસ બધી સામગ્રી વેરવિખેર પડી હતી. કોઇ તોફાન આવી ગયા પછીની શાંતિ હતી. જામગીર કે રેતાને એવો આંચકો લાગ્યો કે કોઇ એક શબ્દ બોલી શક્યું નહીં. બંને એકબીજા સામે ડર અને આશ્ચર્યથી જોઇ રહ્યા હતા.જામગીરને ખ્યાલ આવી ગયો કે નક્કી કોઇ મોટી ઘટના બની ગઇ છે. અગ્નિકુંડની રાખ તણખા સાથે હવાની લહેરખીમાં ઉડી રહી હતી. ચિલ્વા ભગતે સાધના માટે રાખેલી વસ્તુઓ ગમે ત્યાં પડી હતી. જામગીરે જોયું તો ઘરનો મુખ્ય દરવાજો તૂટીને બાજુ પર પડયો હતો. તે સાવચેતીથી આગળ