આખો દિવસ સુંદર અને અને લોભામણું લાગતું મેહુડાવનનું જંગલ રાતે એની સુંદર વનરાજી, મોટા વિશાળ વૃક્ષ અને રંગીન ફૂલ-વેલ જંગલમાં જવા માટે લોભાવતા પણ રાતે એ જ જંગલ ખૂબ ડરામણું બની જતું. આજુ બાજુના પચાસ ગામમાં કહેવાતું કે સુરજ ઢળ્યા પછી આ જંગલની આજુબાજુ ફરકવું પણ નહિ અને જો કોઈ એવું કરે તો એ પાછું ફરી ન શકતું. આ જંગલની પાસે એક ખૂબ સુંદર ચેકડેમ હતો એ જોવા ઘણાં ટુરિસ્ટ આવતા પણ સાંજ થતા સુધીમાં તો બધા પાછા જતા રહેતા. જંગલની અંદર સર્કિટ હાઉસ હતું. ત્યાં રોકાવા વાળા પણ અંધારું પડે એ પહેલા ત્યાં પહોંચી જતા. જે ચેકડેમ પર આવતા બધા આ જંગલની ખુબસુરતીથી