મારા કાવ્યો - ભાગ 4

  • 4.8k
  • 1.6k

લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મથામણ છે મથામણ મનમાં, શું થશે? કેમ થશે? લાંબી છે મજલ અને સાથ નથી કોઈનો! કોને કહેવું વ્યથા કે શું ઈચ્છું છું હું, નથી કોઈ જે સમજી શકે આ મથામણ! ઊભા છે ઘણાં પડકારો આંખ સામે, વિચારે છે મન કેમ કરી પાર થશે પડકારો, અનુભવે છે મથામણ આ મન, શું કરીશ આગળ? છે આખી જિંદગી જીવવા, પણ નથી કોઈનો સહારો. છે મથામણ મનમાં કે શું જરૂરી જ છે કોઈનો સહારો? કોઈ ન હોય તો શું હંમેશા બનવું લાચાર? મન અનુભવે છે મથામણ અને કહે છે, નથી જરુર કોઈની રાખ હિંમત, કર