મારા કાવ્યો - ભાગ 3

  • 4k
  • 1.6k

લેખનો પ્રકાર:- કાવ્ય કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની રંગ રહસ્ય છે રહસ્યમય રંગ એ કાચિંડાનો બદલાય છે વારંવાર. મજબૂરી છે એની વગર ઈચ્છાએ બદલાય છે એનો રંગ. ખબર નથી એને કે આ તો વરદાન છે એને જીવ બચાવવા, પણ સમજ નથી પડતી કે શા માટે માનવી બદલે છે રંગ? નથી જાણતું કોઈ કે શું છે માનવીના મનનો રહસ્યમય રંગ? શાને બદલાય છે વારે ઘડીએ જોઈ સધાતો સ્વાર્થ? શું પરોપકારનો રંગ છે એટલો રહસ્યમય કે સ્વાર્થનાં રંગ આગળ બને છે અદ્રશ્ય? સમુદ્ર છે કંઈ કેટલુંય સમુદ્રમાં, મળ્યો કેટલોય ખજાનો સમુદ્રમાં. ન્હોતી ખબર કોઈને આ ખજાનાની, જાણ્યું જ્યારે થયું સમુદ્ર મંથન.