"આસ્તિક"અધ્યાય-13 ખૂબ દુઃખની લાગણી સાથે પાતાળલોકથી જરાત્કારુ રાજકુમારી પોતાનો લોક અને પિયર છોડીને પવનહંસમાં બેઠાં એમની આંખમાંથી આંસુ સરી રહ્યાં. મહર્ષિ જરાત્કારુને પણ પૂરો ખ્યાલ હતો કે આ વસમી વિદાયની વેળાં રાજકુમારી માટે ઘણી કપરી છે. પણ કોઇને કોઇ દિવસ આ પળ આવવાનીજ હતી. આ પળનો સામનો ક્યારેક તો કરવાનોજ હતો. સાથે ભાઇ વાસુકી સાથેજ હતો જે બહેનને છેક આશ્રમ સુધી વિદાય આપવા આવ્યો હતાં. એની આંખમાંથી પણ અશ્રુધારા વહેતી હતી જે અટકવાનું નામ નહોતી લઇ રહી. જોત જોતામાં તેઓ પાતાળ લોક છોડીને એમનાં આશ્રમે આવી ગયાં. સુંદર શીતળ પવિત્ર ગંગા કિનારો અને એમાં ફળફળાદી અને અન્ય વૃક્ષોની વચ્ચે બનાવેલો