ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-64 નીલાંગે રાનડે સર અને કાંબલે સર સાથે ફોન પર વાત પુરી કરી. નીલાંગીએ ફોન બાજુમાં મૂકી દીધો અને નીલાંગીએ કાનમાં કહ્યું નીલુ મારે તારી સાથે બધીજ કબૂલાત કરવી છે બધીજ વાતો શેર કરવી છે. નીલાંગે કહ્યું નીલો મને બધીજ ખબર છે તારે શું કબૂલાત કરવાની ?નીલાંગીનાં ચહેરાને ધ્યાનથી જોતો નીલાંગ એને જોતોજ રહ્યો. નીલાંગીનો ચહેરો જાણે પીળો પડી ગયો. આંખોમાં આંસુ તગતગતા હતાં એની બધી વાસ્ત કહેવા માંગતી હતી એ પહેલાંજ નીલાંગે કહ્યું હું બધુજ જાણી ગયો છું અને મારી પાસે એનાં પણ પુરાવા છે. તું શ્રોફનાં કહેવાથી અમોલસરનાં બંગલે ગઇ હતી અને તારો કલીગ પણ સાથે