પંચતત્ત્વ - (4) - આકાશ

  • 2.7k
  • 1k

ઉર્વી હવે પહેલાં કરતાં સ્વસ્થ હતી પરંતુ તેમ છતાં ડોક્ટરે તેને વધુ દોડભાગ કરવાની ના કહી હતી. માત્ર એક જ કિડની હોવાથી શરીર નું થોડું વધુ ધ્યાન રાખવા જણાવેલ. હવે કૉલેજ માં અને અન્ય પરિવારમાં ઉર્વી ના ઑપરેશન વિશે સમાચાર ફેલાવા લાગ્યા. બધા ખબર પૂછવા આવવા લાગ્યા. ઉર્વી ની ખાસ ફ્રેન્ડ દિયા કે જે સ્કૂલ થી તેની સાથે જ હતી તેને આ કંઈ વાત ની જાણ ન હતી. તે દિવસોમાં જ દિયાની સગાઈ હતી એટલે કોઈએ તેને કંઈ ન કહેવું જ હિતાવહ સમજયું. ઉલટું તે તો ઉર્વી અને કૌશલ બંને થી નારાજ હતી કે તેઓ તેની સગાઈ માં