ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક (ભાગ ૧૨ )

(12)
  • 3.6k
  • 1
  • 1.2k

ઝાલાની ગાડી એક સુમસામ વિસ્તારમાં પ્રવેશી પાછળ કાળી એમ્બેસેડર આવી રહી હતી . આ વિસ્તાર કોઈ ઔદ્યોગિક વિસ્તાર હતો , અને જ્યાં તેઓ જઈ રહ્યા હતા તે કોઈ ફેક્ટરી હતી જે ઘણા સમયથી બંધ હોય એવી નિર્જન જણાતી હતી . ખખડધજ લોખંડનો દરવાજો ખોલી બંને ગાડી અંદર પ્રવેશી . ધોળા દિવસે પણ કોઈ પક્ષી સુધા ત્યાં ફરકતુ નહોતું .કોઈ ભૂતની ફિલ્મમાં બતાવેલા દ્રશ્ય જેવું જ દ્રશ્ય હતું એ . જગ્યા ખાલી હોવાથી વૃક્ષોના સૂકા પાંદડાનો અવાજ પણ ડરાવનો લાગતો હતો . જો કોઈ પહેલી વાર એકલું ગયું હોય તો ડરીને જરૂર ભાગી જ જાય ... થોડા જ દૂર જતા બંધ