મેનકા - એક પહેલી - 11

(31)
  • 4.5k
  • 1
  • 2.4k

પંદર દિવસ પછી.... આજે ફિલ્મ રિલીઝ થવાની હતી. મેનકા ત્યાં જવા માટે તૈયાર થઈ રહી હતી. બ્લેક કલરનુ ફ્રોક, બ્લેક નેકલેસ, બ્લેક હિલ્સ અને બ્લેક ઘડિયાળ પહેરીને મેનકાએ તેમાં સમય ચેક કર્યો. આઠ વાગી ગયાં હતાં. મેનકા તરત જ પોતાનું પર્સ લઈને ઘરની બહાર ભાગી. આજે મેનકા માટે સૌથી મોટી ખુશીનો દિવસ હતો. જે તેનાં ચહેરા પર નજર આવતું હતું. આજે તેની ખુબસુરતીમા ચાર ચાંદ લાગી ગયાં હતાં. જેનું તેનાં રૂપની સાથે એક બીજું કારણ તેનાં ચહેરા પરની મોટી સ્માઈલ હતી. મેનકાએ સી.જી. રોડ પર આવેલાં ટાઈમ સિનેમા થિયેટરની સામે કાર ઉભી રાખી. કારનો દરવાજો ખોલીને મેનકા જેવી બહાર નીકળી.