મેનકા - એક પહેલી - 9

(28)
  • 4.3k
  • 2.5k

હિમાંશુનો એક મિત્ર દારૂની હાલતમાં એક છોકરીને લઈને ઉપર જતો હતો. છોકરીએ પણ દારૂ પીધેલો હતો.બંને લથડિયાં ખાતાં ઉપર જતાં હતાં. ઉપર પહોંચતા જ પહેલો રૂમ અનંત જાદવનો હતો. એ રૂમ ખુલ્લો જોઈને બંને રૂમમાં ઘુસી ગયાં. "હિમાંશુઉઉઉઉ....." હિમાંશુની લાશ ફર્શ પર પડેલી જોઈને તેનાં મિત્રનાં મોંઢેથી ચીસ નીકળી ગઈ. તેની ચીસ સાંભળીને બધાં લોકો નીચે હોલમાંથી ઉપર આવી પહોંચ્યા. "શું થયું??" હિતેશે ઉપર પહોંચીને હિમાંશુના મિત્રને પૂછ્યું. તેનાં મિત્રએ હિમાંશુની લાશ તરફ આંગળી ચીંધી. બધાંનાં લાશ જોઈને હોશ ઉડી ગયાં. મેનકાએ તરત જ પોલિસને બોલાવી લીધી. પોલિસે આવીને તપાસ કરી. એક જ અઠવાડિયામાં બે મોટાં ડાયરેક્ટરના મર્ડર થયાં હતાં.