મેનકા - એક પહેલી - 7

(34)
  • 5.1k
  • 1
  • 2.4k

વહેલી સવારે મેનકા કેતનની ઘરે પહોંચી ગઈ હતી. કાર્તિક રોજ વહેલી સવારે મોર્નિંગ વોક માટે જતો. જેનાં લીધે તે ઘરે ન હતો. સ્વીટીએ મેના આવી દઈ....મેના આવી દઈ ની બૂમો પાડીને આખું ઘર માથે લીધું હતું. "સ્વીટી, હવે ચૂપ થઈ જા મારી માઁ...આપણે કાર્તિક આવે એ પહેલાં ઘણી બધી તૈયારી કરવાની છે." કેતને સ્વીટી સામે હાથ જોડીને કહ્યું. "કેમ?? આજે શું છે??" "આજે કાર્તિકનો જન્મદિવસ છે. એટલે જ મેનકા તેને સરપ્રાઈઝ આપવા માટે આવી છે." કાર્તિકનો જન્મદિવસ છે. એ સાંભળી સ્વીટી વધારે ઉછલકૂદ કરવાં લાગી. કેતન તેને શાંત કરાવતો હતો. અને સાથે સાથે મેનકાની તૈયારી કરવામાં પણ મદદ કરતો હતો.