“રાજા વિશ્વર હું તારા સમર્પણની ભાવનાથી અતિ પ્રસન્ન થયો છું. મે તારા રાજ્યને મારું રક્ષણ પ્રદાન કર્યું છે. સાગરના તળિયે તારા રાજ્યને કોઈ આક્રમણનો ભય નહીં રહે. તું જ્યારે ઈચ્છા કરીશ ત્યારે તારા રાજ્યને સાગરસપાટી પર લઈ જઇ શકીશ અને પુન: સગારતળીયે લાવી શકીશ.” સમુદ્રદેવે કહ્યું.વૃંદા, રાજા વિશ્વર અને ચંદ્રકેતુ સમુદ્રદેવ સામે પ્રણામ સ્થિતિમાં ઊભા હતાં. સમુદ્રદેવ રાણી વૃંદા સામે જોઈને બોલ્યા, “વૃંદા તું એક પતિવ્રતા સ્ત્રી છે. તે હંમેશાં તારા પતિ ને તારો ઈશ્વર માન્યો છે. તું હંમેશા તારા ધર્મને વળગી રહી. માટે હું તને આશીર્વાદ આપું છું. તું અત્યંત તેજસ્વી ત્રણ કન્યાઓને જન્મ આપીશ. જે સરસ્વતી, મહાલક્ષ્મી અને