ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - 14

  • 4k
  • 1
  • 962

માહીએ સેરાહને પોતાની પાસે આવવા માટે ઈશારો કર્યો. સેરાહ તેની પાસે આવી એટલે તેણે સેરાહ તરફ પોતાનો ડાબો હાથ લંબાવ્યો. સેરાહએ માહીનો હાથ પકડ્યો. ત્યારબાદ માહીએ ટ્વિંકલને સેરાહની જેમ પોતાનો જમણો હાથ પકડવા માટે ઈશારો કર્યો. ટ્વિંકલ માહી પાસે આવી અને તેનો હાથ પકડ્યો. એ સમયે ટ્વિંકલે સેરાહ સામે જોયું પણ તેને સેરાહની આંખો કોઈ પણ પ્રકારના ભાવ જોવા મળ્યા નહીં. માહી પોતાની આંખો બંધ કરી એક મંત્ર બોલી. ત્યાર પછી ટ્વિંકલ અને સેરાહ નું શરીર એક તેજસ્વી પ્રકાશપૂંજમાં ફેરવાઇ ગયું. થોડી ક્ષણો પછી તે બંને પ્રકાશપૂંજ ઉપર તરફ ઉઠયા અને એકબીજામાં ભળી ગયાં. હવે માહી સામે એક પ્રકાશપૂંજ હતો. તેણે પોતાનો