અણધારી આફત જ્યારે ચારે બાજુથી અચાનક આવી ને વિંટળાઈ જાય ત્યારે માણસ રણમાં આવેલા તોફાની રેતી જેવો વેરવિખેર થઈ જાય છે અશક્ત ની:સહાય મહેસુસ થવા લાગે છે..... પ્રકાશભાઈ ની હાલત પણ કંઈક આવી જ હતી, અચાનક રેખાબેન નું મૃત્યુ થતાં જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પ્રકાશભાઈએ ઘરમાં ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું, એટલે તકલીફ વધારે પડતી. બાળકો નું એડમિશન હોય કે ઘરવખરીનો સામાન ઘરના સભ્યો ના કપડાં હોય કે ઘરેણાં બધું જ રેખાબહેન લેવડદેવડ કરતા.પ્રકાશભાઈ કોઈ દિવસ પૂછ્યું હતું કે ઘરમાં શું જોઈએ છે ને કેટલું બધું રેખાબેન સંભાળી લેતાં. કલ્પના માત્ર 13 વર્ષની