(મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે ઝંખનાના ઘણા પ્રયત્ન કરવા છતાં પણ બાળક દત્તક લેવાનો કોઈ મેળ નથી પડતો. એ થોડી નાસીપાસ થઈ જાય છે. એની મમ્મી એને સમજાવે છે. અને અરમાન એને એના વિચારો અને સચ્ચાઈથી અવગત કરાવે છે. જેથી ઝંખનાને પણ એના આ ઉતાવળીયાં નિર્ણયનો એહસાસ થાય છે. હવે આગળ જોઈશુ શું થાય છે. )અરમાનના અને લતાબેનના સમજાવવાથી ઝંખનાએ બાળક દત્તક લેવાનો વિચાર તો માંડી વાળ્યો. પણ ફોઈ દ્વારા કહેવામાં આવેલી વાતો ના પડઘા એના કાનોમાં સંભળાયા કરતા હોય છે. ક્યારેક એ વિચારે છે કે શું હું સાચે મારા પપ્પા જેવી છું ? શું હું પણ બાળકને લાડ