રક્ત ચરિત્ર - 9

(24)
  • 4.5k
  • 1
  • 1.7k

૯ સાંજ નું હ્રદય એક ધબકારો ચૂકી ગયું, તેણીએ સુરજ સામે જોયું,"ના તેની આંખો માં ક્યાંક કપટ નથી." એ મનોમન બોલી અને હસી પડી. સુરજ વિમાસણમાં પડી ગ્યો, સાંજ ના હસવા નો શું મતલબ નીકાળવો એ તેને સમજાતું નહોતું. તે સાંજ ને બાળપણ થી ઓળખતો હતો, તે ગુસ્સામાં હોય કે ખુશ હોય હંમેશા હસી પડતી. તેના ચહેરા ના હાવભાવ જોઈ તેનું મન પારખવું ખુબ મુશ્કેલ હતું. સુરજ ને વિચારોમાં છોડી સાંજ જવાબ આપ્યા વગર ત્યાં થી જતી રહી. "અરે શિવી તું અહીં? ક્યારે આવી? ચાલ સાથે નાસ્તો કરીએ..." ઘર ની અંદર થી બહાર જતી શિવાની ને જોઈ સાંજ તેને પાછી