રક્ત ચરિત્ર - 8

(26)
  • 4.2k
  • 2
  • 1.8k

૮ આખું ગામ ગરબા ના તાલે ઝૂમી રહ્યું હતું, દેવજીભાઈ વયસ્ક ગામવાસીઓ સાથે ટોળા માં ઉભા રહી ને ગરબા જોઈ રહ્યા હતા, સાથે એમની નજર ચારેય તરફ ફરી રહી હતી. ફરી કોઈ દુર્ઘટના ન થાય એ બાબત પર એમનું વિશેષ ધ્યાન હતું. મોહનલાલ ના માણસો પુરી તૈયારી સાથે યોજના મુજબ ગોઠવાઈ ગયા હતા, લાખો મોહનલાલ નો ખાસ માણસ હતો, તેના બધા કાળા ધંધા માં આવતી દરેક મુશ્કેલી દુર કરનાર લાખો જ હતો. લાખો ધીમા પગલે દેવજીભાઈ તરફ આગળ વધી રહ્યો હતો. દેવજીભાઈ ની બરોબર પાછળ પહોંચી એણે મોહનલાલ તરફ જોયું, મોહનલાલ એ અંગુઠો ઉપર કરી આગળ વધવા નો‌ ઈશારો કર્યો