કોણ? - 1

  • 3.3k
  • 872

‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍‍ પ્રસ્તાવના.મારી આ વાર્તા ના પાત્રો ,નામ સ્થળ બધું કાલ્પનિક છે એને હકીકત સાથે કંઈપણ સંબંધ નથી." સૂચિતાએ આંખો ખોલી અને ચારેતરફ જોયું ,બ્લુ રંગની દીવાલો ,બાજુમાં ટેબલ પર એક ફૂલદાની અને એ ફુલદાનીમાં પીળાં રંગના અને સફેદ રંગના ફૂલનો ગુચ્છો ગોઠવેલો. ફુલદાની ની બાજુમાં થોડી મેડિસિન ,પાણીનો ગ્લાસ અને એક પલંગ જેના પર સૂચિતા હજુ સૂતી હતી. સૂચિતાએ પલંગ પર બેસવાની કોશિશ કરી પરંતુ શરીરમાં અશક્તિ અને માથું એકદમ ભારે લાગતું હતું એટલે તે બેસવા માટે નિસહાય બની પડી રહી;ત્યાં જ રૂમમાં એક નર્સ આવી નર્સે પૂછ્યું. અત્યારે કેમ લાગે છે? સૂચિતાએ કહ્યું માથું એકદમ ભારે લાગે છે