ધૂપ-છાઁવ - 12

(33)
  • 5.8k
  • 2
  • 4.1k

આપણે ગયા પ્રકરણમાં જોયું કે, અપેક્ષાએ અત્યારે શહેરના ખ્યાતનામ બિઝનેસમેન શ્રી ધીમંતશેઠ જોડે લગ્ન કર્યા છે. અત્યારે તે ખૂબ સુખી છે. તેના જીવનમાં પણ ઘણી ચઢતી-પડતી આવી ગઈ, જેનો તેણે હંમેશાં હસતે મુખે સામનો કર્યો. અપેક્ષા કૉલેજમાં હતી ત્યારે મિથિલ નામનો એક હેન્ડસમ, રૂપાળો નવયુવાન તેની જિંદગીમાં આવ્યો હતો પણ તેણે અપેક્ષાને ખૂબજ અન્યાય કર્યો હતો.... મિથિલ નામનો છોકરો કોલેજના બીજા વર્ષમાં ભણતો હતો ખૂબજ હેન્ડસમ અને અને ફેરલુકિંગ અને પૈસેટકે ખૂબજ સુખી-સંપન્ન હતો. નવી નવી છોકરીઓને ફસાવવી તે તેની આદત હતી. હવે તેની નજર ખૂબજ રૂપાળી, ભોળી-ભાળી અપેક્ષા ઉપર હતી. અપેક્ષા કૉલેજના પહેલા વર્ષમાં હતી, તેને વાંચવાનો ખૂબ શોખ