કાવ્ય સંગ્રહ - 4

  • 4.2k
  • 1.4k

" વરસાદનું એક બુંદ " રહીને ઘણું બધું કહી જાય છે તું. વગર કહ્યે ઘણું બધું સમજી જાય છે તું. ગ્રીષ્મના બપોર પછીનું વરસાદનું એક બુંદ છે તું. ભીની માટીની સુગંધ અને શીતળતાનો... અહેસાસ છે તું. ભર ઉનાળે વરસાદની હેલી બની જાય છે તું. જાણે રણમાં મીઠા પાણીનું ઝરણું... જ્યારે આમ અચાનક આવી જાય છે તું. ~ જસ્મીન" વિશ્વાસ " એકાંતમાં સ્મરણથઇનેઆવો છો...!!! રાત આખી જાગરણ થઇ આવો છો. આભાસમાં મૃગજળ થઇ આવો છો...!!! બારણે આભાસ થઇ આવો છો, હાથમાં સરકતી રેત થઇ આવો છો...!!! શ્વાસમાં નિશ્વાસ થઇને આવો છો, આમ, આવો તો છો પણ.... યાદમાં વિશ્વાસ થઇ આવો છો.