કોમન પ્લોટ - 4

  • 4.7k
  • 1
  • 1.5k

વાર્તા- કોમનપ્લોટ-4 લેખક- જયેશ એલ.સોની.ઊંઝા મો.નં.9601755643 રઘુવીર સોસાયટીના વાતાવરણમાં પ્રાણ પુરાયો હતો.નાટક કલામંદિરના સંચાલક રતનલાલે ફક્ત ત્રણ નાટક રજુ કરીને પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં.સોસાયટીના રહીશો ક્યારે રાત પડેને નાટક જોવા જઇએ એવી ઉત્કંઠા થી રાહ જોતા થઇ ગયા હતા.રતનલાલ સંચાલક નાટકો દ્વારા સમાજસુધારણા જ કરી રહ્યા હતા. આજે બ્લેકબોર્ડ ઉપર લખ્યું હતું કે આજે અમે ઉત્તમ નાટક ' શ્રદ્ધા ' રજૂ કરવાના છીએ.આ નાટક જોઇને ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ મળી જશે.માટે આજનું નાટક જોવાનું કોઇ ચૂકશો નહીં. પ્રેક્ષકો ખુરશીઓમાં ગોઠવાઇ રહ્યા હતા.સ્પીકર ઉપર આદ્યશક્તિ ની આરતી વાગી રહી હતી.સ્ટેજ ઉપર રંગબેરંગી