*એ વિશ્વાસ* લઘુકથા.... ૨૭-૭-૨૦૨૦ સોમવાર.....અજય લોકડાઉન પછી ખુબ જ ટેન્શન માં રેહતો હતો એ જે સ્કૂલમાં હતો ત્યાંથી ત્રણ મહિના નો પગાર થાયો નહોતો..પલક નાં પગાર પર ઘર ચાલતું હતુ એમાં ગાડીનાં લોનના હપ્તા અને છોકરાઓ નાં ખર્ચ...મકાન પોતાનું હતું એ શાંતિ હતી પણ પલક નો પગાર એનાં પગાર કરતાં ઓછો હતો અને ઘરમાં પાંચ સભ્યો નો જમવાનો તથા બીજા ખર્ચ...પ્રવીણભાઈ પિતા નો નાનો મોટો દવાનો ખર્ચ...દિકરી ઝીલ અને દિકરો કિશન એ બન્ને સમજુ હતાં પણ ઘરમાં જમવાનું તો સરખું જોઈએ...!!!એમાંય પાછી આ રક્ષાબંધન નજીક આવી રહી છે મોસમી વર્ષમાં એક જ દિવસ સાસરેથી પિયરમાં આવે...સવારે વેહલી આવી જાય અને