:= પ્રેમનીપરિભાષા :=DIPAK CHITNIS(dchitnis3@gmail.com………………………………………………………………………………………………………………………………………………………………….મોડી રાત્રે કેટરીનાએ તેની કાર ગેરેજમાં પાર્ક કરી. પછી તે લથડાતાપગલાં સાથે ગેરેજમાંથી તેના મકાનનો પાછળનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી. તે નશામાં હતી, તેથી તે લોકના હોલમાં ચાવી બરાબર નાખીશકતી નહોતી. અવાજ સાંભળીને શેખરે અંદરથી દરવાજો ખોલ્યો. કેટરીનાતેની બેગ બાજુ પર ફેંકી દીધી અને બેઠક ખંડમાં ધમ્મ કરીને પલંગ પર ફસડાઇ પડી.શેખરે કહ્યું. "કેટ, હવે તમે તું મારી પત્ની જ નહીં પણ એક બાળકીની માતા છો. હું ન ચાહતો હોવા છતાં આ બધું સહન કરી રહેલ છું, પરંતુ હવે આ બાળકી મીરાનો વિચાર કર , તે 3 વર્ષની થઈ ગઈ છે. તેને પણ એક મા તરીકે તારી જરૂર છે. "પલંગ પર મીરાને જોઈને કેટે ચીસ પાડી. “મેં છેલ્લા ૧૦દિવસથી એને માટે એક અલગ રૂમમાં બેડ મૂક્યો છે અને આજે તે ફરીથી અહીં સુઇ ગઇ છે. તેને તેના રૂમમાં તેના બેડમાં લઈ જાઓ.""ત્યાં તેના પલંગમાં ખૂબ જ સખત રડે છે, તો તેની ઉંઘમાં ખલેલ નપહોંચાડ. તે અહીં રહેવા દો."કેટે અલગ રૂમમાં મીરાને ઉંચકીને લઇ જવા મથી રહી હતી. ત્યારે શેખરેગુસ્સે થઈને તેના હાથમાંથી