કલંક એક વ્યથા.. - 6

(14)
  • 3.4k
  • 1
  • 1.6k

કલંક એક વ્યથા...6આગળ આપણે જોયું બંસીને જોવા મહેમાન આવી ગયા છે. ઔપચારીક વાતો બંને પરિવારોમાં ચાલી રહી હતી. હવે આગળ....રમણભાઈએ ભાવનાબહેન સામે જોતા કહ્યુ. " ભાવના, હવે નીકળશું પાછું અમદાવાદ પહોંચતા સમય પણ લાગશે, સંજયને બોલાવ...."ભાવનાબહેન સુશીલને બુમ મારી અને ચારેય અંદર આવ્યા. સંજયે ઈશારાથી જ ભાવનાબેન અને રમણભાઈને છોકરી ગમી છે એની સહમતી આપી દીધી. બંસી તો શરમાઈ અને નીચી નજરે કૈલાસબેની બાજુમાં ઊભી રહી ગઈ. કૈલાસબેને બંસીને કોણીથી ઠોસો મારી ધીરેથી કોઈ જોઈ ન જાય એ તકેદારી રાખતા રસોડામાં જવા આંખના ઈશારાથી કહ્યું.બંસીને બિંદુ મમ્મીનો ઈશારો સમજી ગયા અને અંદર જતા હતા ત્યાં જ ભાવનાબેન બોલ્યા," બંસી, બેટા અહીં