આકર્ષણના ઉદગમ બિંદુ થી શરૂ થયેલી પ્રેમ ની સફર એકાકાર ના અંતિમ બિંદુએ સ્થિર થાય..... અને વચ્ચે તરતુ મધ્યબિંદુ એટલે આકર્ષણ અને નિર્વિકાર તાનો મિશ્ર ભાવ..... અનેરી નો પ્રેમ મધ્યબિંદુ સુધી પહોંચી ગયો. અનિકેત નું આકર્ષણ ખેંચતું હતું તો ભાવિની વાસ્તવિકતા સ્થિર ભાવે અનેરીના પ્રેમને હકારાત્મક બાજુ વાળતી હતી... ગમતા પ્રિયજન નો પ્રેમ કદી સંકુચિત બનાવી દેતો નથી, ભય પમાડતો નથી..... કવિતા મેમના ઘરેથી પાછા વળતી વખતે એક પ્રકારની હાશ નો અનુભવ અનેરી ને થયો. એક નવી જવાબદારી જાણે પોતે સાથે લઈને આવી.કવન:-"અનેરી એક વાત કહું?"અનેરી:-"હા વળી,