લીલા

  • 3.3k
  • 1.1k

માથે ઉપાડેલ કરંડિયું માંડ માંડ ઉચક્યું હતું, એટલું બધું વજન હતું કે માથું નમી જતું હતું અને હાથે ધ્રુજારી વછૂટે જતી હતી. સાડીનો છેડલો ખસી જતો હતો એને સરખો કરતાં કરતાં એક હાથે ટોપલો પકડી ચાલી આવતી લીલા દૂરથી આવતી હતી. થાક મોઢે વર્તાતો હતો છતાંય ચહેરાં પર મુસ્કાન ઓછી થતી નહોતી. એની બૂમ છેક ચાર ઘર દૂર સુધી સંભળાતી હતી. "એય ચાલો...ચીકુ લઈ લ્યો... દરાખ લઈ લ્યો...મીઠી સે મરખ જેવી! માજી લેવાની સે?" સોસાયટીમાં પ્રવેશતાની સાથે બૂમો પડતી લીલા એના ગ્રાહકોને શોધતી હતી. ગ્રાહક કરતાં પણ કોઈક ઉભુ રાખે ને ઘડીક વાર