આજના છાપામાં બધે જ એન.એમ. ગ્રુપની ચર્ચા હતી. સવારથી જ એના 70% શેર હોલ્ડર નરેન મહેતા વિશે જાતજાતની હકીકતો મુકવામાં આવી હતી. માત્ર ગુજરાતી વર્તમાન પત્રો જ કેમ? નેશનલ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપરમાં પણ આ જ ખબરો છવાઈ હતી. કોઈ જે નરેન મહેતાને જાણતું નહતું. તે પણ એને સારી રીતે ઓળખી ગયું હતું. નરેન મહેતા - એન.એમ. ગ્રુપનો ફાઉન્ડર અને ચેરમેન. કંપની સ્થાપે 10 વર્ષથી ઓછો સમય થયો હતો, તેમ છતાં એની કંપની આસમાને હતી, કોઈ એની સામે બોલવાની હિંમત કરી શકતું નહિ. એની કંપની પ્લાસ્ટિક દાણા બનાવતી કંપની હતી. બાપ-દાદાની જાયદાદ તો હતી જ. પેઢીઓથી એ લોકો હીરાઉધોગ