માનવસ્વભાવ - 2 - સ્વભાવ

  • 3.9k
  • 1.8k

સીમા એના ઘરમાં ખૂબ ભણેલી છોકરી હતી, એ જેટલું ભણી હતી એના ઘરમાં કદાચ જ કોઈ આગળ આવ્યું હશે. આઈ.ટી ફિલ્ડમાં એન્જીનીયરીંગ કર્યા બાદ એણે પોતાનું માસ્ટર્સ કર્યું. એ પછી તો એને ઘણા જોબના ઓફર આવવા લાગ્યા. એના પરિવાર કે કુટુંબના સભ્યોમાંથી માંડ અમુક જ ગ્રેજ્યુએશન સુધી પહોંચ્યા હતા. બધી રીતે સુયોગ્ય અને સુમેળ ધરાવતી સીમા માત્ર એક જ બાબતે અયોગ્ય હતી. જે વસ્તુ એના બધા જ ગુણો પર એક લાંછન લગાવતી હતી. ઘણા બધા સંબંધો એના માટે આવ્યા પણ એનું વર્તન હંમેશા બહાર આવી જ જતું. અને એ જ પળે એનો સબંધ તૂટી જતો. સીમા પણ એમ હાર માની