'શૂન્ય'નું સ્મરણ

  • 4.9k
  • 1.4k

દિલમાં 'શૂન્ય'ની યાદનો રાજ્યાભિષેક છે. શબ્દ સાધના પરિવાર, બનાસકાંઠા વૉટ્સ એપ ગૃપમાં કવિ શ્રી પરબતકુમાર નાયી 'દર્દ' એક સંદેશો મૂકે છે. 'દોસ્તો આપણા આદરણીય અને ગુજરાતી ગઝલના સોનેરી શિખર 'શૂન્ય' પાલનપુરી સાહેબની જન્મ જયંતી ૧૯ ડિસેમ્બરે છે. ગૃપના દરેક સભ્ય એ દિવસે 'શૂન્ય' સાહેબની ઓછામાં ઓછી એક રચના મૂકે.' આ સંદેશો જોઈને મારા મનમાં વિચાર આવ્યો કે આ અવસરે 'શૂન્ય' સાહેબની ગઝલના મિસરા પર તરહી ગઝલ-પાદપૂર્તિ કરીએ તો કેવું? બસ આ વિચારને પરબતકુમાર નાયી'દર્દ'ને અંગત સંદેશા રુપે મૂક્યો અને એમણે મારા આ વિચારને વધાવી પાદપૂર્તિ માટે શૂન્ય સાહેબની ગઝલોના મિસરા અને પાદપૂર્તિ માટેના નિયમો ગૃપમાં મૂકયા. આ વિચારને ગૃપના સભ્યોએ