થોડા સમય પહેલાં ધારી તાલુકાની ગર્લ્સ એકેડમી ઑફ ઇન્ડિયાની બહેનો સાથે ‘વ્યક્તિત્ત્વ વિકાસ’ અંગેના એક કાર્યક્રમ દરમ્યાન એક બહેને પ્રશ્ન પૂછ્યો કે, “સમાજ છોકરીઓને સ્વતંત્રતા કેમ આપતો નથી? છોકરાઓ ગમે ત્યાં અને ગમે તે સમયે હરી ફરી શકે. છોકરીઓને આવી છૂટ કેમ આપવામાં આવતી નથી? મોટાભાગની યુવતીઓના મનમાં આવો સવાલ અવશ્ય જાગે છે. સ્વતંત્રતાના ખ્યાલો ધીમે ધીમે આગળ વધે છે અને છેવટે એના સંતોષકારક જવાબો નથી મળતા ત્યારે કાં તો પોતાના નસીબને દોષ દે છે અથવા હતાશામાં સરી પડે છે. સવાલ એ છે કે, હરવા ફરવાની સ્વતંત્રતાને જ આપણે સ્વતંત્રતા ગણીએ છીએ? ખરું જોતાં તો મોટા ભાગની યુવતીઓના મનમાં આવા