સાપસીડી.... - 15

  • 3.4k
  • 1.5k

સાપસીડી 15 … મોટા સાહેબ આવશે એ બાબતે પ્રતિકે બહુ આશા રાખી નહોતી. સાહેબ 9 વાગ્યા પછી આવશે એવો મેસેજ ઓફીસ મારફતે પ્રતિકના પપ્પાને પહોંચી ગયો હતો. આગલે દિવસે અને એ જ દિવસે પોલીસ ને સિક્યુરિટી વાળા ઓ આવી ગયા હતા .સિક્યુરિટીનું ચેકીંગ કરી ગયેલા. જો કે પ્રતીક બીજા કામે હતો એટલે તેના ધ્યાનમાં પછી આવ્યું. ત્યારે પણ સાહેબ આવી શકે છે એમ જ માનવામાં આવ્યું હતું. આમ પણ સાહેબને ઓળખતા બધા જાણતા કે સાહેબનું આવા પ્રસંગોમાં આગમન બહુ ચોક્કસ ન માની લેવું. અનુકૂળતા હોય તો જ આવે. મીતા અને મનોજ તો રlસ ગરબા માં પણ પહોંચી ગયા હતા