પતિ પત્ની અને પ્રેત - ૨૧

(80)
  • 7.4k
  • 5
  • 3.4k

પતિ પત્ની અને પ્રેત - રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧જામગીરે જોયું કે નાગદા ક્યાંક જવા નીકળી છે. એ ક્યાં ગઇ અને શું કામ માટે ગઇ એની કલ્પના કરતા જામગીર અચાનક થોડે દૂર કોઇની હલનચલનથી ચોંકી ગયા. તે નવાઇથી જોતાં વિચારવા લાગ્યા. આટલી રાત્રે અંધારમાં કોણ હશે? એ શું કરે છે એના પર નજર રાખવી પડશે. જામગીર ઝાડની ઓથે છુપાઇને નાગદાના ઘર પર નજર રાખવા સાથે એ તરફ પણ નજર કરતા હતા જ્યાં કોઇ હોવાનો ભાસ ઊભો થયો હતો. એ વ્યક્તિ ઝાડની ઓથેથી બહાર આવી અને નાગદાના ઘર તરફ જવા લાગી. જામગીરને પહેલાં તો થયું કે આ નાગદા જ તો નહીં હોય ને? તે રૂપ બદલીને