૭ આજે ઉત્સવ નો છેલ્લો દિવસ હતો, ઉત્સવ ના ૪ દિવસ કોઈ પણ જાત ની ધમાલ વગર શાંતિ થી નીકળી ગયા. "બસ આજ નો દિવસ શાંતિ થી નીકળી જાય તો જીવ ને શાંતિ થાય." દેવજી ભાઈ એ મનોમન ભગવાન ને પ્રાર્થના કરી. ધીરે ધીરે ધરતી પર થી સૂરજ એ પોતાના કીરણો સમેટી લીધા હતા, માધવર ગામ ના સ્ત્રી પુરુષો રંગબેરંગી કેડીઆ અને ઘાઘરા ચોળી માં સજ્જ થઈ ને મંદિર ના આંગણે ભેગા થયા હતા, નવા રંગબેરંગી કપડાં પહેરીને બાળકો અહીં થી તહીં કુદી રહ્યા હતા. ચારેય તરફ ખુશી અને આનંદ નો માહોલ હતો. સાંજ અને નિરજ દેવજી ભાઈ સાથે આવી