અહંકાર - 18

(90)
  • 5.9k
  • 3
  • 3k

અહંકાર – 18 લેખક – મેર મેહુલ જયપાલસિંહ ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યો ત્યારે ખુરશી પર ભાર્ગવ બેઠો હતો. તેની બાજુમાં અનિલ ઊભો હતો. જયપાલસિંહ ટેબલ પાસે પહોંચ્યો અને અનિલે સામે જોઇને કહ્યું, “તું દરવાજો બંધ કરીને બહાર ઊભો રહે…અને જ્યાં સુધી હું ના કહું ત્યાં સુધી કોઈને અંદર ના આવવા દેતો..” “યસ સર..” કહેતાં અનિલ બહાર નીકળી ગયો. ત્યારબાદ જયપાલસિંહે ભાર્ગવ સામે જોયું અને હાથમાં રહેલી સોટી પર હાથ ફેરવ્યો. ભાર્ગવનાં ચહેરો અત્યારે વેમ્પાયર દ્વારા લોહી ચૂસી લેવામાં આવ્યું હોય અને માત્ર ધોળું થઈ ગયેલું મડદું પડ્યું હોય એવો થઈ ગયો હતો. ડરને કારણે તેની આંખો સામાન્ય ગતિ કરતા