અહંકાર - 17

(79)
  • 5.2k
  • 4
  • 2.8k

અહંકાર – 17 લેખક – મેર મેહુલ બીજા દિવસે સવારે પણ ચોકીનું વાતાવરણ થોડું ગંભીર હતું. સવારે બધા ચોકીએ સમયસર પહોંચી તો ગયા હતા પણ કોઈ એકબીજા સાથે વાતો નહોતાં કરતા. આખરે જયપાલસિંહે જ વાતવરણ સુધારવાની કોશિશ કરી. “તમે લોકો ચુપચાપ કેમ છો ?, કેસ હજી સોલ્વ નથી થયો…ચાલો ચાલો બધા કામ પર લાગી જાઓ” જયપાલસિંહે કહ્યું. “સર આપણને બંને રીતે શિકસ્ત મળી છે” અનિલે કહ્યું, “જો આપણે થોડા વહેલાં પહોંચી ગયા હોત તો માનસી અત્યારે જીવતી હોત અને માનસી જીવતી હોત તો આગળની લીડ પણ તેની પાસેથી મળી રહેત…” “જે થઈ ગયું છે એને આપણે બદલી નથી શકવાના,