અહંકાર - 16

(91)
  • 5.8k
  • 5
  • 3k

અહંકાર – 16 લેખક – મેર મેહુલ પાંચને સત્તરે જીપ ‘બેન્ક ઓફ શિવગંજ’ બહાર આવીને ઉભી રહી હતી. જીપમાંથી એકસાથે ચાર વર્દીધારીઓને ઉતરતાં જોઈને બધાનું ધ્યાન એ તરફ ખેંચાયું હતું. ચારેય લોકો જીપમાંથી ઉતરીને કોમ્પ્લેક્ષનાં સાઇડનાં રસ્તે થઈને બીજા માળનાં દાદરા તરફ ચાલી. કાફલામાં જયપાલસિંહ સૌથી આગળ હતો. દાદરો ચડીને એ બીજો માળ ચડ્યો. સામે ‘બેન્ક ઓફ શિવગંજ’ નો લૉન ડિપાર્ટમેન્ટ હતો. પારદર્શક કાચનાં પાટેશનવાળા દરવાજા લોકોનું ટોળું ઉભું હતું. જયપાલસિંહ દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો. “શું થયું ?” એક વ્યક્તિને ખભે હાથ રાખીને જયપાલસિંહે પૂછ્યું. “એક મેડમ છેલ્લી અડધી કલાકથી વોશરૂમમાં છે, બધા દરવાજો ખખડાવે છે પણ મેડમ દરવાજો