ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 24

  • 3.4k
  • 2k

ભાગ 24 વડોદરા-કેલણપુર હાઈવે, રતનપુર બલવિંદરની ડાયરીમાં રહેલ મેઈલ આઈડી ભારતીય ગુપ્તચર સંસ્થાઓને પોતાની નજીક લાવવાનું અને આતંકવાદી હુમલાનું સ્થળ જાણવામાં મહત્વની કડી સાબિત થઈ રહી છે એ વાતથી બેખબર અફઝલ પાશા અને બાકીના સ્લીપર્સ સેલ રતનપુર ખાતેના બંધ મકાનમાં આરામ ફરમાવી રહ્યા હતા. રાત એની મંદ ગતિમાં આગળ વધી રહી હતી..બે દિવસ પહેલા થયેલા વરસાદની ઠંડક હજુપણ વતાવરણમાં મોજુદ હતી. પોતે પોતાની કોમ માટે જાણે બહુ મોટું કામ કરવા જઈ રહ્યો હતો એવા ગર્વ સાથે અફઝલ પાશા નિંદ્રાધીન હતો. નીચેના હોલમાં વસીમ અને એક અન્ય સ્લીપર સેલનો સભ્ય ચોકીપહેરો ભરી રહ્યો હતો. રાતની નીરવ શાંતિનો ભંગ કરતી રિંગ અફઝલના