ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 23

(12)
  • 3.5k
  • 1.9k

ભાગ 23 અમદાવાદ, ગુજરાત ઑપરેશન ચક્રવ્યૂહનો આરંભ થયો એ દિવસથી જ રૉ ચીફ રાજવીર શેખાવતનું મન ઉદ્વેગમાં હતું, ચિંતામાં હતું. ચીન અને પાકિસ્તાનમાં તો એમનો દાવ સીધો પડ્યો પણ ઘર આંગણે મળેલી હાર એમના માટે ભારે ઉપાધિઓ લઈને આવી હતી. ગુજરાતમાં આતંકવાદી હુમલો થતો રોકવાનો એક માત્ર અવસર હતો અફઝલ પાશાને જીવતો કે મરેલો પકડમાં લેવો; પણ, એમ શક્ય ના બન્યું અને હવે આતંકવાદી હુમલો રોકવા બધી જ તાકાત લગાવી દેવાની ઈચ્છા સાથે શેખાવત દ્વારા એક આખી ટીમ અમદાવાદ કમિશનર કચેરી ખાતે એકઠી કરવામાં આવી હતી. આ ટીમમાં એસીપી અર્જુન, નાયક, માધવ દેસાઈ, નગમા શેખ, એસીપી રાજલ, કેવિન, આઈબી ચીફ