ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 22

(11)
  • 3.3k
  • 1.8k

ભાગ 22 અમદાવાદ, ગુજરાત કાલી તલાવડી નજીક આવેલા ફાર્મહાઉસમાંથી અફઝલ પાશા અને એના સાથીઓનું સુરક્ષિત બચીને નીકળી જવું આ ઘટનાનો સીધો મતલબ રૉ ચીફ રાજવીર શેખાવત દ્વારા તારવવામાં આવ્યો કે ગુજરાતમાં એક અથવા એકથી વધુ સ્થળે ખૂબ મોટો આતંકવાદી હુમલો થઈને જ રહેશે. આથી જ એમને આઈ.બી ચીફ આહુવાલીયા અને રૉ આઈ.ટી હેડ વેણુને પણ અમદાવાદ આવવા જણાવી દીધું. જ્યાં સુધી આતંકવાદીઓને જીવતા કે મૃત પોતાના તાબામાં નહિ લે ત્યાં સુધી પોતે જપીને નહિ બેસે એવું શેખાવત મનોમન નક્કી કરી ચૂક્યા હતા. સૌપ્રથમ એટીએસ ટીમની સાથે કેવિન, ગગનસિંહ તથા રાજલનું અમદાવાદ આગમન થયું. કમિશનર કચેરીનો મુખ્ય હોલ જાણે અત્યારે લશ્કરી