ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 21

  • 3.4k
  • 1
  • 1.8k

ભાગ 21 અમદાવાદ, ગુજરાત ગુજરાતમાં કાસમ નામક સ્લીપર સેલના સભ્યની ઓળખ છતી થયા બાદ રૉ ચીફ રાજવીર શેખાવત દ્વારા જે ઑપરેશન આરંભવામાં આવ્યું હતું એનું નામ એમને ઑપરેશન ચક્રવ્યૂહ રાખ્યું ત્યારે એમને સહેજ પણ અંદાજો નહોતો કે સાચેમાં મહાભારતના યુદ્ધમાં અભિમન્યુનો વધ કરવા ગુરુ દ્રોણાચાર્ય થકી રચવામાં આવેલા ચક્રવ્યૂહની માફક આ ઑપરેશન પણ સરળતાથી પૂર્ણ કરવું ખૂબ જ કપરું હતું. પાકિસ્તાન અને ચીનમાં તો પોતાના દ્વારા મોકલવામાં આવેલા માધવ, નગમા, અર્જુન અને નાયકે ખૂબ જ ઉત્તમ રીતે પોતાનું કામ પૂર્ણ કર્યું હતું..એમાં પણ ચીનમાં ગયેલા અર્જુન અને નાયકે જે કર્યું એ તો સ્વપ્નમાં પણ શેખાવતે વિચાર્યું નહોતું..આમછતાં, ગુજરાતમાં પોતાને પહેલા