અહંકાર – 15 લેખક – મેર મેહુલ ચોકીએ આવીને અનિલ, મોહિતને ઇન્કવાઇરી રૂમમાં લઈ ગયો હતો. જયપાલસિંહ અગાઉથી જ રૂમમાં મોહિતની રાહ જોઇને બેઠો હતો. અનિલે, મોહિતને સામેની ખુરશી પર બેસારી દીધો અને પોતે જયપાલસિંહની બાજુમાં આવીને બેસી ગયો. “તારા બંને પગ ટેબલ પર રાખ..” જયપાલસિંહે કહ્યું. “સૉરી સર…શું કહ્યું તમે ?” મોહિતને જયપાલસિંહની વાત અજુગતી લાગી. “તારા બંને પગ ટેબલ પર રાખ એમ..” જયપાલસિંહ સહેજ કઠોર અવાજે કહ્યું. જયપાલસિંહની સૂચનાનું પાલન કરીને મોહિતે ખુરશી પર પાછળ ખસીને બંને પગ ટેબલ પર રાખ્યાં. અનિલે પોતાનાં મોબાઇલમાં પેલો ફોટો ખોલ્યો. બંનેએ વારાફરતી મોહીતનાં પગ અને ફોટાને તપાસ્યા. “ના.. આ