અહંકાર - 14

(84)
  • 6.1k
  • 6
  • 3k

અહંકાર – 14 લેખક – મેર મેહુલ બેન્કની બહાર નીકળીને પોલીસની જીપ મોહનલાલ નગર પોલીસ ચોકી તરફ રવાના થઈ હતી. જીપમાં ડ્રાઇવિંગ સીટ પર ભૂમિકા બેઠી હતી, ભૂમિકાની બાજુમાં જયપાલસિંહ બેઠો હતો. “ભૂમિકા, મને એક સવાલનો જવાબ આપ…” જીપ દવે સર્કલ ક્રોસ કરીને શિવાજી સર્કલ પર ચડી એટલે જયપાલસિંહે પૂછ્યું, “જેટલા લોકોનાં આપણે સ્ટેટમેન્ટ નોંધ્યા છે, એમાંથી કોણ સાચું બોલતું હતું અને કોણ ખોટું બોલતું હતું ?” “અત્યારે તો બધા જ સાચું બોલતાં હોય એવું લાગે છે અને જ્યાં સુધી આ લોકોએ આપેલાં સ્ટેટમેન્ટને વેરીફાઇડ ના કરીએ ત્યાં સુધી કોઈ નિર્ણય પર આવવું મને યોગ્ય નથી લાગતું..” ભૂમિકાએ કહ્યું.