અહંકાર – 11 લેખક – મેર મેહુલ પંદર મિનિટનો બ્રેક લઈને બંને ઓફિસમાં પરત ફર્યા ત્યાં સાડા અગિયાર થઈ ગયા હતાં. જયપાલસિંહે પોતાની ખુરશી પર બેઠક લઈને બીજી ફાઇલ હાથમાં લીધી, જે બ્લડ રિપોર્ટની હતી. શિવનાં શર્ટ પર જે બ્લડ મળ્યું હતું એ હાર્દિકનું જ હતું, સાથે હાર્દિકનાં હાથનાં નખોમાં જે બ્લડનાં સેલ મળ્યાં હતાં એ શિવનાં હતાં. દીવાલ પર મળેલી ઈંટ પર જે બ્લડનાં સેમ્પલ મળ્યા હતાં એ હર્ષદ મહેતાનાં હતાં. એ સિવાય શિવ, જય, ભાર્ગવ અને મોહિતનાં જે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં શિવનાં બ્લડ રિપોર્ટમાં વધારે પડતું ઍલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હતું. મોહિત અને