અહંકાર - 8

(88)
  • 6.6k
  • 6
  • 3.2k

અહંકાર – 8 લેખક – મેર મેહુલ બહાર નીકળીને જયપાલસિંહ સીધો ઇન્કવાઇરી રૂમમાં પહોંચ્યા હતો. રૂમમાં અત્યારે એક લાકડાનાં ટેબલની સામસામે ભૂમિકા અને કાજલ બેઠી હતી. જયપાલસિંહ ભૂમિકા પાસે પહોંચ્યો અને ખુરશી ખેંચીને બાજુમાં બેસી ગયો. “અમને મળેલી માહિતી અનુસાર ગઈ કાલે રાત્રે તમે તુલસી પાર્કમાં હતાં…શું એ વાત સાચી છે ?” જયપાલસિંહે પ્રાથમિક પૂછપરછથી શરૂઆત કરી. જવાબમાં કાજલે માત્ર હકારમાં ડોકું ધુણાવ્યું. કાજલને અહીં શા માટે લાવવામાં આવી હતી એ વાતની જાણ હજી તેને કરવામા નહોતી આવી એટલે તેનાં ચહેરા પર ડર અને જિજ્ઞાસા મિશ્રિત ભાવ પ્રગટ થતાં હતાં. “તો ગઈ કાલે રાત્રે તમે જે ઘરમાં હતા ત્યાં