અહંકાર - 4

(99)
  • 6.2k
  • 9
  • 3.3k

અહંકાર – 4 લેખક – મેર મેહુલ “તારું પત્યું હોય તો શરૂ કરીએ ભાઈ…” શિવે કંટાળીને કહ્યું. હાર્દિક છેલ્લી દસ મિનીટથી કોઈની સાથે ચેટ કરતો હતો. હાર્દિકની આ ખરાબ આદત હતી. એ જમતી વખતે પણ મોબાઈલ મચેડતો જે કોઈને ગમતું નહિ. બધાએ એને ઘણીવાર ટોક્યો હતો પણ તેની આ આદત બદલાય નહોતી. હાલ પણ હાર્દિક મોબાઈલમાં વ્યસ્ત હતો એટલે બધાને ગુસ્સો આવતો હતો. “થઈ ગયું…” હાર્દિકે ફોન લૉક કરીને સાઈડમાં રાખતાં કહ્યું. શિવે એક બોટલ હાથમાં લીધી અને બુચ હટાવ્યું. પાટીયા પરનાં ચાર ગ્લાસને સીધાં કરવામાં આવ્યાં. જેમાનાં ત્રણ ગ્લાસને 25% ભરવામાં આવ્યાં અને એક ગ્લાસને અડધો ભરવામાં આવ્યો.